RTE Admission 2026 Gujarat શુ છે.?
RTE (Right to Education) હેઠળ સરકાર ખાનગી શાળાઓમાં ગરીબ અને પછાત વર્ગના બાળકોને ધોરણ 1 માં મફત પ્રવેશ આપે છે. આ યોજના હેઠળ:
ટ્યુશન ફી સંપૂર્ણ મફત
શાળા દ્વારા આપવામાં આવતી કેટલીક સુવિધાઓ પણ મફત
ગુણવત્તાયુક્ત શિક્ષણનો લાભ
આ યોજના ખાસ કરીને એવા પરિવારો માટે છે, જે પોતાના બાળકોને સારી શાળામાં ભણાવી શકતા નથી.
RTE Admission 2026 Gujarat કોણ અરજી કરી શકે છે.
બાળકની ઉંમર 6 વર્ષ આસપાસ હોવી જોઈએ
પરિવારની વાર્ષિક આવક મર્યાદા હેઠળ હોવી જોઈએ
ગુજરાતના રહેવાસી હોવું જરૂરી
BPL, SC, ST, OBC અથવા EWS વર્ગમાં આવવું જોઈએ.
RTE Admission 2026 Gujarat માં જરૂરી દસ્તાવેજો
જન્મ પ્રમાણપત્ર
રહેઠાણ પુરાવો (Aadhaar Card)
આવક પ્રમાણપત્ર
જાતિ પ્રમાણપત્ર (જો લાગુ પડે તો)
ફોટોગ્રાફ
| પ્રક્રિયા | તારીખ (અંદાજિત) |
|---|---|
| ઓનલાઇન ફોર્મ શરૂ | 04 એપ્રિલ2026 |
| અરજી કરવાની છેલ્લી તારીખ | 17 એપ્રિલ 2026 |
| લોટરી પરિણામ જાહેર | મે મહિનાના પ્રથમ વિક માં 2026 |
RTE Admission 2026 Gujarat હેઠળ શાળાની પસંદગી કેવી રીતે થાય?
RTE Admission 2026 Gujarat હેઠળ શાળાની પસંદગી લોટરી સિસ્ટમ દ્વારા થાય છે.નજીકની શાળાઓને પ્રાથમિકતાસંપૂર્ણ પારદર્શક પ્રક્રિયા ઓનલાઈન પરિણામ જાહેર થાય છે
| સ્ટેપ નંબર | પ્રક્રિયા |
|---|---|
| 1 | ઓફિશિયલ RTE વેબસાઈટ પર જાઓ |
| 2 | “Online Application” પર ક્લિક કરો |
| 3 | નવું રજીસ્ટ્રેશન કરો |
| 4 | બાળક અને માતા-પિતાની માહિતી ભરો |
| 5 | જરૂરી દસ્તાવેજો અપલોડ કરો |
| 6 | શાળાની પસંદગી કરો |
| 7 | ફોર્મ સબમિટ કરો |
| 8 | ફોર્મનો પ્રિન્ટ કાઢી રાખો |
RTE Admission 2020 Gujarat ના ફાયદા
RTE Admission 2026 Gujarat દ્વારા વિદ્યાર્થીઓને ઘણા ફાયદા મળે છે:
મફત અને ગુણવત્તાયુક્ત શિક્ષણખાનગી શાળામાં ભણવાની તકઆર્થિક બોજ ઘટાડે છેભવિષ્ય માટે સારી શરૂઆત
RTE માં સિલેક્શન કેવી રીતે થાય?
| સ્ટેપ | પ્રક્રિયા |
|---|---|
| 1 | અરજી અને દસ્તાવેજોની ચકાસણી થાય છે |
| 2 | પસંદ કરેલી શાળાઓ મુજબ લિસ્ટ તૈયાર થાય છે |
| 3 | સીટ કરતા વધુ અરજીઓ હોય તો લોટરી સિસ્ટમ થાય છે |
| 4 | ઓનલાઈન પરિણામ જાહેર થાય છે |
| 5 | સિલેક્ટ થયેલા વિદ્યાર્થીઓએ શાળામાં એડમિશન કન્ફર્મ કરવું પડે |
મહત્વની સૂચનાઓ
છેલ્લી તારીખ પહેલા અરજી કરોફોર્મમાં સાચી માહિતી ભરોદસ્તાવેજો સ્પષ્ટ અપલોડ કરોઓફિશિયલ વેબસાઈટ સિવાય અન્ય પર વિશ્વાસ ન કરો
RTE Admission 2026 Gujarat માટે અરજી અરજી સંપૂર્ણ મફત છે.ક્યારે શરૂ થશે?
4 April 2026 આસપાસ શરૂ થવાની સંભાવના છે.
અરજી માટે ફી કેટલી છે?
અરજી સંપૂર્ણ મફત છે.
એડમિશન કેવી રીતે મળે
લોટરી સિસ્ટમ દ્વારા.
એકથી વધુ શાળામાં પસંદગી કરી શકાય?
👉 હા, પસંદગી કરી શકાય છે.
📌 સંબંધિત વાંચો:
RTE Admission મળ્યા બાદ માતા-પિતાએ નિર્ધારિત સમયમર્યાદામાં શાળામાં જઈને એડમિશન પ્રક્રિયા પૂર્ણ કરવી જરૂરી છે. જો સમયસર પ્રક્રિયા પૂર્ણ નહીં થાય તો સીટ રદ થઈ શકે છે. તેથી સિલેક્શન લિસ્ટ જાહેર થાય પછી તરત જ કાર્યવાહી કરવી મહત્વપૂર્ણ છે.
માતા-પિતાએ ધ્યાન રાખવું કે શાળા દ્વારા માંગવામાં આવતા તમામ મૂળ દસ્તાવેજો સાથે લઈ જવા. શાળામાં વેરિફિકેશન પછી જ બાળકનું એડમિશન કન્ફર્મ થાય છે. જો કોઈ દસ્તાવેજ ખોટો કે અધૂરો હોય તો સમસ્યા ઊભી થઈ શકે છે.
આ ઉપરાંત, RTE હેઠળ ભણતા વિદ્યાર્થીઓને ફી ભરવાની જરૂર નથી, પરંતુ શાળાના નિયમો અને શિસ્તનું પાલન કરવું ફરજિયાત છે. બાળકોને નિયમિત શાળા મોકલવું અને અભ્યાસ પર ધ્યાન આપવું માતા-પિતાની જવાબદારી છે
આ રીતે RTE Admission 2026 Gujarat યોજના ગરીબ પરિવારો માટે એક સોનેરી તક છે, જેના દ્વારા તેઓ પોતાના બાળકને સારા ભવિષ્ય તરફ લઈ જઈ શકે છે.
છેલ્લે, તમામ માતા-પિતાને સલાહ આપવામાં આવે છે કે RTE Admission 2026 Gujarat માટે અરજી કરતા પહેલા તમામ માહિતી અને નિયમો સારી રીતે વાંચી લો. સત્તાવાર વેબસાઈટ પરથી જ ફોર્મ ભરો અને કોઈપણ ફ્રોડ કે દલાલોથી દૂર રહો. યોગ્ય સમય પર અરજી કરવાથી અને સાચી માહિતી આપવાથી સિલેક્શન થવાની શક્યતા વધે છે.
આ યોજના ખરેખર ગરીબ અને જરૂરિયાતમંદ બાળકો માટે આશીર્વાદ સમાન છે. તેથી આ તકનો પૂરો લાભ લો અને તમારા બાળકના શિક્ષણ માટે એક મજબૂત પગલું ભરો.