ગુજરાત સરકાર ની 2026 ની નવી યોજના જાણો સંપૂર્ણ માહિતી

By | January 23, 2026

2026 માં ગુજરાત સરકાર દ્વારા ઘણી નવી યોજના અને જાહેરાત અપાય છે.જેમના નામ નીચે પ્રમાણે છે

કિસાન સૂર્યોદય યોજના

ગુજરાત સરકાર દ્વારા 2026 ઘણી નવી યોજના ઓ બહાર પાડવા માં આવી છે. તેમાંથી એક કિસાન સૂર્યોદય યોજના છે.કિસાન સૂર્યોદય યોજના મુખ્યત્વે ખેડુતો(farmers) માટે છે

કિસાન સૂર્યોદય યોજના એ કૃષી અને વિજળી માટે યોજના છે જેમાં ખેડૂતો પોતાના ખેતરમાં અન્ય વસ્તુ જેમાં વિજળી જરૂર પડે તેના માટે લાભ લઇ શકે છે…

યોજના નો મુખ્ય હેતુ

● ખેતી માટે આખા દિવસ દરમિયાન વિજળી પુરી પાડવી

● રાતના સમય આવતી સમસ્યા અને જોખમ થી બચવા માટે જેમ કે જંગલી જાનવર ની બચાવ માટે

●ખેડૂતો ની સિંચાય અને ઉત્પાદન અને વધુ સારી ખેતી થાય એ માટે કોશિશ

● આ યોજના માં ખેડૂતો ને ખર્ચ ઓછો અને આવક માં વધારો થાય એ માટે ના પગલાં

મુખ્ય વિશેષતા ઓ

દિવસ દરમિયાન વીજળી પુરવઠો:
ગામોના substations અને distribution network ને મજબૂત કરી ખેડૂતોને સવારે થી સાંજે સુધી વીજળી આપવામાં આવે છે (જેમ કે સવારે 7 વાગ્યા થી સાંજે 5 વાગ્યા સુધી કેટલાક જગ્યાએ 6 થી 8 નકર 9 વાગ્યા સુધી હોય છે વિસ્તાર મુજબ અલગ અલગ ટાઈમ) – વધુ સમય ની બચત અને સિંચાઈ માટે ઉપયોગી

કોણ લાભ લઇ શકે?

◆ગુજરાત રાજ્યનો ખેડૂત હોવો જરૂરી

◆ ખેતી માટે અલગ વિજ કનેક્શન હોવું જરૂરી

◆ ગામ / ફીડર કિસાન સૂર્યોદય યોજનામાં સામેલ થયેલ હોવો જોઈએ
◆ખેતી પંપ, બોરવેલ, ટ્યુબવેલ વગેરે ધરાવતા ખેડૂત
◆ નાનો–મોટો તમામ ખેડૂત (સીમાંત, મધ્યમ, મોટા) પાત્ર છે

અરજી કરવાની પ્રક્રિયા {અરજી કરવી કે નહીં}

અલગથી અરજી કરવાની જરૂર નથી
★ આ યોજના ફીડર / ગામ આધારિત છે
★ રાજ્ય સરકાર અને ડિસ્કોમ (MGVCL, PGVCL, UGVCL, DGVCL) દ્વારા આપમેળે અમલ થાય છે

★જો તમારા ગામમાં હજી દિવસની વીજળી ન મળતી હોય તો:
નજીકના PGVCL / MGVCL કચેરીમાં પૂછપરછ કરો
અથવા ગામના સરપંચ / તલાટી પાસે પૂંછ પરત કરો

યોજના શરુઆત અને ઇતિહાસ


પહેલું નામ દિંકાર યોજના હતું જેમાં પછી તેનું નામ કિસાન સૂર્યોદય યોજના રાખવામાં આવ્યું.
★યોજનાની શરૂઆતમાં 1,055 થી વધારે ગામોને daylight electricity કનેક્શન્સ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું

PM સૂર્ય ઘર (મફત વિજ/Yojna 2026)

ભારતીય સરકાર દ્વારા લાવવામાં આવેલી ઉદ્યોગ/તેજીથી પ્રોત્સાહિત યોજના છે જેનો હેતુ ઘર-માલિકોને સોલાર પેનલ લગાવવામાં અને બજેટ 2026 સુધીમાં મફત અને સસ્તી વિજળી આપવાની છે

પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના (PM Suryodaya Yojana) ભારત સરકારની એક મહત્વની યોજના છે, જે યોજનાનો મુખ્ય હેતુ લોકોને વીજ બિલમાંથી રાહત આપવો અને સ્વચ્છ ઊર્જાને પ્રોત્સાહન આપવાનો છે.ભારત સરકાર દ્વારા 1 કરોડ ઘર સુધી સોલર સેટઅપ પહોચાડવાનો લક્ષ્ય

યોજના કેવી રીતે કામ કરે છે?

આ યોજનામાં સરકાર દ્વારા સોલાર પેનલ લગાવવા માટે સબસિડી આપવામાં આવે છે. સોલાર પેનલ દ્વારા ઉતપન્ન થતી વીજળી ઘરેલુ ઉપયોગમાં આવે છે અને વધારાની વીજળી સરકારના ગ્રિડમાં મોકલવામાં આવે છે.

યોજના નું મહત્વ

સ યોજના માત્ર વીજળી પૂરતી સીમિત નથી, પરંતુ તે આર્થિક બચત, પર્યાવરણ સુરક્ષા અને ગુજરાત ને ડેવલપમેન્ટ બનાવવા માટે પણ ખૂબ ઉપયોગી છે.

કોણ અરજી કરી શકે?

◆સામાન્ય ભારતીય નાગરિક હોવો જોઈએ
◆પોતાનું ઘર અને ધાબુ હોવું જરૂરી
◆વીજ કનેક્શન હોવું ફરજિયાત
◆ગરીબ અને મધ્યમ વર્ગને પ્રાથમિકતા

યોજના ના લાભો

★ઘરની છત પર સોલાર પેનલ
★વીજ બિલમાં બવ મોટો ઘટાડો

★સ્વચ્છ અને પર્યાવરણ માટે
★વધારાની વીજળી વેચીને આવક
★આત્મનિર્ભર ભારત તરફ એક કદમ

યોજના માટે જરૂરી દસ્તાવેજો

■આધાર કાર્ડ
■રેશન કાર્ડ
■વીજ બિલ
■બેંક પાસબુક
■રહેઠાણ પુરાવો

યોજના માટે અરજી ક્યાં કરવી

સરકારની અધિકૃત વેબસાઇટ પર લિંક નીચે છે…

https://pmsuryaghar.gov.in/

સાઇટ અમુક ટાઈમે સર્વર લો હોય તેના કારણે ન ખુલે તો ફરીથી ટ્રાય કરો

PM Suryodaya Yojana પસંદ કરો
જરૂરી વિગતો ભરો
દસ્તાવેજ અપલોડ કરો
અરજી સબમિટ કરો એટલે થઈ જશે.

ખાસ નોંધ:- આ પોર્ટલ ભારત સરકાર દ્વારા સોલાર રૂફટોપ સ્કીમ માટે માન્ય છે અને તે જ પરથી ઑનલાઇન ફોર્મ ભરવાનું રહે છે.

અટલ પેંશન યોજના

અટલ પેન્શન યોજના (Atal Pension Yojana): સુરક્ષિત ભવિષ્ય માટે સરકારની વિશ્વસનીય યોજના
ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ અટલ પેન્શન યોજના (APY) અસંગઠિત ક્ષેત્રના નાગરિકોને વૃદ્ધાવસ્થામાં નાણાકીય સુરક્ષા આપવા માટે રચાઈ છે. આ યોજના ખાસ કરીને એવા લોકો માટે છે જેઓને નોકરી પછી નિયમિત પેન્શન મળતું નથી.
અટલ પેન્શન યોજના શું છે?
અટલ પેન્શન યોજના ભારત સરકારની એક સામાજિક સુરક્ષા યોજના છે, જેમાં 60 વર્ષની ઉંમર પછી વ્યક્તિને ₹1,000 થી ₹5,000 સુધીનું માસિક પેન્શન મળે છે. પેન્શનની રકમ વ્યક્તિ દ્વારા કરાયેલ ફાળવણી પર આધારિત હોય છે.

અટલ પેન્શન યોજનાના લાભો

1 જીવનભર નિશ્ચિત માસિક પેન્શન
2 પતિ/પત્નીને પણ પેન્શનનો લાભ
3 મૃત્યુ બાદ નોમિનીને જમા રકમ

4 સરકાર દ્વારા સમર્થિત સુરક્ષિત યોજના
5 ઓછી આવકવાળા લોકો માટે ઉત્તમ વિકલ્પ

અટલ પેંશન યોજના નો કોણ લાભ લઇ શકે



●ભારતીય નાગરિક
●ઉંમર: 18 થી 40 વર્ષ
●બેંક ખાતું અને આધાર કાર્ડ ફરજિયાત
●EPF / NPS જેવી અન્ય પેન્શન યોજનામાં ન જોડાયેલા હોવા જોઈએ

અટલ પેન્શન યોજનામાં ફાળો કેટલો આપવો પડે?

ફાળો વ્યક્તિની ઉંમર અને પસંદ કરેલા પેન્શન પર આધાર રાખે છે. ઉદાહરણ તરીકે
ઉંમર
પેન્શન ₹5,000
માસિક ફાળો
18 વર્ષ
₹210

30 વર્ષ
₹577

40 વર્ષ
₹1,454

(ફાળો આપોઆપ બેંક ખાતામાંથી કપાય છે)

અટલ પેન્શન યોજના માટે અરજી કેવી રીતે કરવી?

તમારી નજીકની બેંક અથવા પોસ્ટ ઓફિસમાં જાઓ
APY ફોર્મ ભરો
આધાર કાર્ડ અને બેંક વિગતો આપો
ફાળો શરૂ થતાં જ યોજના સક્રિય થશે

અટલ પેન્શન યોજના કેમ જરૂરી છે?

આજના મોંઘવારી સમય વૃદ્ધાવસ્થામાં આવક ન હોવી એક મોટી સમસ્યા છે. અટલ પેન્શન યોજના લોકોમાં બચતની ટેવ વિકસાવે છે અને ભવિષ્ય માટે આર્થિક સ્વતંત્રતા અને લાભ આપે છે.

📢 WhatsApp Channel
Join Now
✈️ Telegram Channel
Join Now

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Join On WhatsApp!